Hymn No. 3772 | Date: 30-Mar-1992
|
|
Text Size |
 |
 |
1992-03-30
1992-03-30
1992-03-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15759
છૂટા પડી પ્રભુમાંથી આવ્યા સહુ જગમાં, તોયે ના પ્રભુની નજર બહાર રહ્યાં
છૂટા પડી પ્રભુમાંથી આવ્યા સહુ જગમાં, તોયે ના પ્રભુની નજર બહાર રહ્યાં છે પ્રભુ તારી દૃષ્ટિ તો આવી, તારી નજરના નજરકેદ અમે બની ગયા કરી કોશિશો ઘણી નજરથી છટકવા, ખૂણે ખૂણે સંતાયા, ના તોયે બચી શક્યા કર્યા ખોટાં કામો જગમાં, નજર શરમથી ઝૂકી, ના તારી નજરથી તોયે બચી શક્યા છુપાવા તો જગમાં, ઘોર અંધારે ભટક્યા, ના તોયે તારી નજરથી બચી શક્યા કરી ના શકીએ અવગણના તારી નજરની, તારી નજર બહાર કાંઈ ના રહેતા રહે ના છૂપું, રાખી ના શકીએ છૂપું, જ્યાં નજર તારી તો પહેરાં દેતાં શું પાપ કે પુણ્ય, કરીએ જે જે જગમાં, નજર તારી નોંધ એની તો લેતા પડે ના અંતરમાં સૂક્ષ્મ ભાવોની ખુદને ખબર, નજર તારી ત્યાં પહોંચી જાય રહે છે હરેક કર્મ પર નજર તો તારી, રહી શકશે ક્યાંથી તારાથી એ છૂપી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhuta padi prabhumanthi aavya sahu jagamam, toye na prabhu ni Najara Bahara rahyam
Chhe prabhu taari drishti to avi, taari najarana najarakeda ame bani gaya
kari koshisho afghan najarathi chhatakava, Khune Khune Santaya, well toye bachi Shakya
karya khotam kamo jagamam, Najara sharamathi juki, na taari najarathi toye bachi shakya
chhupava to jagamam, ghora andhare bhatakya, na toye taari najarathi bachi shakya
kari na shakie avaganana taari najarani, taari najar bahaar kai na raheta
rahey na chhupum, rakhi najarah deta
shakie punya, karie je je jagamam, najar taari nondha eni to leta
paade na antar maa sukshma bhavoni khudane khabara, najar taari tya pahonchi jaay
rahe che hareka karma paar najar to tari, rahi shakashe kyaa thi tarathi e chhupi
|