પડ્યાં છે અનેક કરવાનાં કામ
`મા' મારી નવરી નથી
હિસાબ રાખતી જગતના તમામ
`મા' મારી નવરી નથી
સઘળે જવું પડતું, કરવા જગનાં કામ
`મા' મારી નવરી નથી
વિવિધ ભક્તો લેતા એનું નામ
`મા' મારી નવરી નથી
પ્રશ્નો કાજે બુદ્ધિ દેતી ખાસ
`મા' મારી નવરી નથી
હાથ, પગ દીધા કરવા કર્મો ખાસ
`મા' મારી નવરી નથી
વિવિધ રૂપે વસતી એ તો આસપાસ
`મા' મારી નવરી નથી
ક્યારેક સોંપજો કરવા ખાસ કામ
`મા' મારી નવરી નથી
શ્વાસેશ્વાસમાં વસતી, રાખો એ વિશ્વાસ
`મા' મારી નવરી નથી
ના છોડજો નામ વગર એક પણ શ્વાસ
`મા' મારી નવરી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)