ક્યાંથી આવી, કોણે મોકલી, કેમ આવી, મૂંઝવણમાં મને એ મૂકી ગઈ
યાદ પ્રભુની તો આવી ગઈ, એ તો આવી ગઈ, એ તો આવી ગઈ
ક્ષણભર તો ભાન મારું એ ખેંચી ગઈ, મસ્ત મને એમાં એ બનાવી ગઈ
હતી જો એ સાથે, ગઈ હતી ક્યાં એ ખોવાઈ, ના તાળો એની એ આપી ગઈ
મોકલી જો એ પ્રભુએ, જીવનમાં રાહ આટલી, શાને જોવરાવી એ ગઈ
યાદ કર્યા વિના જ્યાં એ તો આવી, કર્યા યાદ પ્રભુએ, યાદ એ કરાવી ગઈ
દઈ ગઈ એની એ તો તાજગી, નવા પ્રાણ મુજમાં એ પૂરતી ગઈ
એની યાદે-યાદે ભીંજાયું જ્યાં હૈયું, આંખડી તો નીરે એમાં વરસી ગઈ
દીધું ને મળ્યું ઘણું જીવનમાં, ચીજ પ્રભુની એ, અણમોલ બની ગઈ
પ્રભુ દેતો રહેજે પળ આવી ને આવી, દેજે જીવનને આવી પળોથી ભરી દઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)