પડે જે દુઃખ તને, તે આનંદથી સહી લેજે
પ્રસાદી `મા' ની ગણીને, આનંદમાં સદા રહેજે
કર્મો કીધાં તેં પાછળનું, કદી નવ વિચારીને
ફળો ભોગવવા ટાણે, શાને ખૂબ બૂમ પાડે
સદા કરે છે એ કલ્યાણ, વાત હૈયે તું ધરજે
પ્રેમથી યાદ કરશે, ત્યારે સદા હાજર રહેશે
કર્યાં કાર્ય ભક્તોનાં એવાં, રહ્યા જે એના આધારે
અર્પણ કરજે એને ફળ, કદી એને ના વિસારીને
દીધો છે માનવદેહ આ, તું હવે ખૂબ વિચારી લે
નહીં મળે ફરી અવસર, એની પાસે પહોંચવાને
ભજી લેજે એનું નામ, હૈયામાં ખરો ભાવ ભરીને
ધરજે એનું ધ્યાન, હૈયામાં ફળ અનુપમ સમાવીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)