સ્મરણ તારું નથી થતું `મા', મતિ મારી મૂંઝાઈ ગઈ
કુદરતના અસંખ્ય મારથી, એ બહુ ઘવાઈ ગઈ
પ્રેમ અને ભાવના ઝરણાં છે, હૈયામાં સુકાયાં
હૈયામાં નિષ્ઠુરતા વ્યાપી, દુનિયાના રંગ બદલાયા
કિનારો નજરમાં નથી આવતો, છે આશાદીપ ઝંખવાયો
સમયસર જો રહેમ નહીં થાય તારી, જરૂર એ બુઝાવાનો
કર્મો નથી સ્મરણમાં, જેના વિશ્વાસે હક્ક કરું તને કહેવાનો
ક્ષતિ મારી વિસારીને, સહાય કરજે બાંય ઝાલીને
ફરી કદી નવ કરું હું ભૂલ, આશિષ એવી સદા વરસાવજે
આ બાળને સદા તારા ચરણમાં, રાખી હેત સદા વરસાવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)