પડશે પડછાયો સ્થૂળનો, હશે એ આકાર તો તેજમાં બાધાનો
આકારે આકારે પડશે ઓળખાણ એની, છે રસ્તો એની ઓળખાણનો
દેખાયે જ્યાં એ સ્પષ્ટ, આપશે ઓળખ એની, સાચા આકારનો
કદી હશે એ લાંબા કે ટૂંકા, હશે એ સૂચન પાસેના કે દૂરના
રહેશે ફરતા જ્યાં આકાર, સાથે સાથે પડછાયા ભી ફરવાના
નીતનવા આકારોને આકારો એના, મૂંઝવણમાં સદા નાખી દેવાના
હશે ના કાળા સિવાય રંગ બીજો, એ તો કાળાને કાળા રહેવાના
શું ગોરા કે શું કાળા, શું નાના કે શું મોટા, પડછાયા કાળા સહુના રહેવાના
દોડશો જ્યાં સાથે એ દોડવાના, રહેશો ઊભા ઊભા એ તો રહેવાના
રાખશે ના એ ભેદભાવ, કરી નડતર ઊભી જેવી, એવા એ પડવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)