ફરતી આ ધરતીમાં, પલટાતા બહુ રંગ
સ્થિર રહેવું કઠિન છે, બનીને નિઃસંગ
મન પણ છે બહુ ફરતું, લોભાતું હરદમ
સ્થિર કરવું કઠિન છે, ફરતું એ ચોગરદમ
સ્થિર કરવા એને, માંડવો પડશે જંગ
`મા' ના સ્મરણમાં રહી, છોડજો સર્વ કુસંગ
રોજ પ્રયત્ન કરતાં, ચડશે સાચો રંગ
હૈયું તલસી ઊઠશે, કરવા એનો સંગ
આળસ એમાં નવ કરશો, જાગૃત રહેજો હરદમ
કૃપા નિશદિન ઊતરશે, હૈયે વ્યાપશે ઉમંગ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)