Hymn No. 3817 | Date: 16-Apr-1992
|
|
Text Size |
 |
 |
આવ્યો તું જગમાં, કર્યું તેં શું, કરવું હતું શું, શું રહી ગયું
Aavyo Tu Jagama, Karyu Te Shu, Karvu Hatu Shu, Shu Rahi Gayu
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-04-16
1992-04-16
1992-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15804
આવ્યો તું જગમાં, કર્યું તેં શું, કરવું હતું શું, શું રહી ગયું
આવ્યો તું જગમાં, કર્યું તેં શું, કરવું હતું શું, શું રહી ગયું એક દિવસ વિચાર તો આ, તારા હૈયે તો જાગી જશે જીવનમાં માનવ, માનવને મળવા હૈયું તારું તો મથી રહ્યું મળવા જીવનમાં પ્રભુને, હૈયું તારું કેમ ઉદાસીન રહ્યું કીધા યત્નો જીવનમાં તો સાચા ખોટા, શું મળ્યું ને શું મેળવ્યું હતું ભર્યું ભર્યું હૈયે જે તારી પાસે મેળવવામાં તેં ખોઈ દીધું પ્રેમ ઝંખતું હૈયું તારું, પ્રેમ મેળવવા જગમાં નિષ્ફળ કેમ ગયું વેરને વિકારોની જ્વાળા, હૈયે સળગાવી, જીવન તારુ તેં ખાક કર્યું દોડી દોડી જીવનમાં માયા પાછળ, હાથમાં તારા શું આવ્યું ઉપાધિ ને ઉપાધિ મળતી રહી જીવનમાં, જીવન તારું વ્યર્થ ગયું આમ ને આમ જીવન તારું, જગતમાં જીવન તારું વીતતું ગયું કરવા જેવું હતું જે જીવનમાં, અધૂરુંને અધૂરું એ તો રહી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavyo tu jagamam, karyum te shum, karvu hatu shum, shu rahi gayu
ek divas vichaar to a, taara haiye to jaagi jaashe
jivanamam manava, manav ne malava haiyu taaru to mathi rahyu
malava jivanamam prabhune, haiyu
sachno khota, shu malyu ne shu melavyum
hatu bharyu bharyum haiye je taari paase melavavamam te khoi didhu
prem jankhatum haiyu tarum, prem melavava jag maa nishphal kem gayu
verane vikaroni jvala maya sha kara hata vikodiaka jvala, haiye salagavi, jivachaka
tarum, haiye salagavi avyum
upadhi ne upadhi malati rahi jivanamam, jivan taaru vyartha gayu
aam ne aam jivan tarum, jagat maa jivan taaru vitatum gayu
karva jevu hatu je jivanamam, adhurunne adhurum e to rahi gayu
|