Hymn No. 3818 | Date: 16-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-16
1992-04-16
1992-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15805
કેદી બનવું જીવનમાં ના કોઈને ગમે, તું તનનો કેદી શાને બન્યો છે
કેદી બનવું જીવનમાં ના કોઈને ગમે, તું તનનો કેદી શાને બન્યો છે રાજ કરવું જગમાં સહુને ગમે છે તારા ઉપર, રાજ મનનું શાને ચલાવી લે છે શક્તિશાળી તું તો તને સમજે છે, શિકાર, ક્રોધનો તું શાને બનતો રહ્યો છે વણનોતર્યા વિકારો આવ્યા જીવનમાં, એમાંને એમાં શાને તું રાચતો રહ્યો છે સમજે છે, રહેશે ના જીવનમાં પાસે કાંઈ તારી, શાને ભેગુંને ભેગું કરતો રહ્યો છે સુખદુઃખ તો છે જીવનની છાંયડી, શાને એનીને એની આશ રાખી રહ્યો છે જાણતો નથી આયુષ્ય જ્યાં તું તારું, શાને આયુષ્ય વ્યર્થ તું વેડફી રહ્યો છે કરવું છે પૂજન જીવનમાં ગુણોનું, દુર્ગુણોને જીવનમાં, શાને પોશતો રહ્યો છે જોઈ કરી શું હાલત કર્મે તો તારી, શાને કર્મ પર વિજય ના મેળવ્યો છે પુરુષાર્થ વિના ફળશે ના આશા તારી, શાને વાંઝણી આશા રાખી રહ્યો છે મુક્તિ કાજે માનવ દેહ તને મળ્યો, મુક્તિ શાને તું ઠેલી રહ્યો છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kedi banavu jivanamam na koine game, tu tanano kedi shaane banyo che
raja karvu jag maa sahune game che taara upara, raja mananum shaane chalavi le che
shaktishali tu to taane samaje chhe, shikara, krodh no tu shaane banato rahyo jheanikanotarya
ema vanamaro shaane tu rachato rahyo che
samaje chhe, raheshe na jivanamam paase kai tari, shaane bhegunne bhegu karto rahyo che
sukh dukh to che jivanani chhanyadi, shaane enine eni aash rakhi rahyoy che
janato che rakhi rahyoy che janato janato nathi ayahyo tumhe shyusha ayusha tumhe, chanato nathi ayahya tumhe ayushi ayusha, chanato janato, ayahyohe shanato, shaane janato
ayusha ayah pujan jivanamam gunonum, durgunone jivanamam, shaane poshato rahyo che
joi kari shu haalat karme to tari, shaane karma paar vijaya na melavyo che
purushartha veena phalashe na aash tari, shaane vanjani aash rakhi rahyo che
mukti kaaje manav deh taane malyo, mukti shaane tu theli rahyo che
|