છે કરમ સંજોગ તારા તો કેવા, નથી કાંઈ વખાણવા જેવા
કાર્ય પૂરા, કરી ના શક્યો તારા, આદર્યા અધૂરા સહુ રહ્યાં
સમજ્યો જગમાં કંઈક ભેગું, જીવનમાં એથી શું વળ્યું
બદલાઈ ના મનની હાલત તારી, દુઃખને ઊભું એણે કર્યું
એક પછી એક જગ છોડતા ગયા, તારા વારા ને સાદ દેતું ગયું
સમજાયું તોય વસમું લાગ્યું, બન્યા હાલ તારા તો એવા
ખુલ્લું દિલ ના ખુલ્લું થયું, ભાર જગના એ ઝીલતું રહ્યું
એક દિવસ પડશે તારે પણ આવું જીવન તો જોવું
સુખદુઃખ રહેશે સાથે ને સાથે તારી, મોકાણ એમાં તારી થાય
સમજી જા હવે ત્યાં વાર ના કર જરા, મરણ સગું નહિ થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)