Hymn No. 3833 | Date: 22-Apr-1992
|
|
Text Size |
 |
 |
1992-04-22
1992-04-22
1992-04-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15820
મીઠું ને મીઠું સપનું રે મારું, ખોવાઈ ગયું એ તો ખોવાઈ ગયું
મીઠું ને મીઠું સપનું રે મારું, ખોવાઈ ગયું એ તો ખોવાઈ ગયું શોધ્યું ઘણું રે એને, પાછું ના હાથ એ તો આવ્યું કોઈ અજ્ઞાત વિચારોમાંથી જનમ્યું, અજ્ઞાનમાં પાછું એ સમાઈ ગયું આવ્યું, લાગ્યું એ મારું, ના હાથમાં મારા એ રહી શક્યું હતું એ તો એવું, છોડવા રે એને, મનડું તો ના થાતું કદી લાગણી એ દુઃખના, કદી એ સુખથી આપી એ તો ગયું રહ્યાં જ્યાં રાચતાં તો એમાં, વિસ્મૃતિ વ્યવહારની દેતું ગયું મીઠું મીઠું લાગ્યું એટલું, બહાર નીકળવાનું મન ના થયું રહ્યાં અટવાતા જ્યાં જીવનમાં, પડઘા કદી એના એ દેતું ગયું કદી કદી રત રહ્યા એવા એમાં, વિસ્મૃતિમાં ચિંતન કરાવી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mithu ne mithu sapanu re marum, khovai gayu e to khovai gayu
shodhyum ghanu re ene, pachhum na haath e to avyum
koi ajnata vicharomanthi jananyum, ajnanamam pachhum e samai gayu
avyum, lagyum e maaru e rahu hata eva, na
hat , chhodva re ene, manadu to na thaatu
kadi lagani e duhkhana, kadi e sukhathi aapi e to gayu
rahyam jya rachatam to emam, visnriti vyavaharani detum gayu
mithu mithum lagyum etalum, bahaar nikalavanum mann en
jagavan ativum rahara rahara detum gayu
kadi kadi raat rahya eva emam, visnritimam chintan karvi gayu
|