1992-04-26
1992-04-26
1992-04-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15833
ધરતીના દેખાવ ભલે બદલાયાં, ધરતી પર રહેનારના દિલ ના બદલાયા
ધરતીના દેખાવ ભલે બદલાયાં, ધરતી પર રહેનારના દિલ ના બદલાયા
લોભ લાલચના પ્રવાહમાં રહેતા હતા તણાતા, આજ ભલે એના પ્રવાહ બદલાયા
માનવના કદના આકાર ભલે બદલાયા, અંતરના ધમસાણ ના બદલાયા
વિચારોના પ્રવાહ જગમાં ભલે બદલાયા, આચારની શિથિલતા ના બદલાઈ
શિક્ષણ ને સમજના દ્વાર ભલે બદલાયા, વેરને ઇર્ષ્યાના ભાવો ના બદલાયા
પ્રકાશના દ્વાર જગમાં ભલે બદલાયા, સૂર્ય, ચંદ્રના કિરણો ના બદલાયા
નદી સરોવરના નીરના પ્રવાહ ભલે બદલાયા, સમુદ્રની ખારાશ ના બદલાઈ
સંજોગો, સંજોગો જીવનમાં ભલે બદલાયા, હાલત થાતી એમાં ના બદલાયા
ભક્તોને ભક્તોના નામો ભલે બદલાયા, પ્રવાહ ભક્તિના જગમાં ના બદલાયા
માનવ તનડાં ને મનડાં ભલે બદલાયા, નિયમ કુદરતના તો ના બદલાયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dharatīnā dēkhāva bhalē badalāyāṁ, dharatī para rahēnāranā dila nā badalāyā
lōbha lālacanā pravāhamāṁ rahētā hatā taṇātā, āja bhalē ēnā pravāha badalāyā
mānavanā kadanā ākāra bhalē badalāyā, aṁtaranā dhamasāṇa nā badalāyā
vicārōnā pravāha jagamāṁ bhalē badalāyā, ācāranī śithilatā nā badalāī
śikṣaṇa nē samajanā dvāra bhalē badalāyā, vēranē irṣyānā bhāvō nā badalāyā
prakāśanā dvāra jagamāṁ bhalē badalāyā, sūrya, caṁdranā kiraṇō nā badalāyā
nadī sarōvaranā nīranā pravāha bhalē badalāyā, samudranī khārāśa nā badalāī
saṁjōgō, saṁjōgō jīvanamāṁ bhalē badalāyā, hālata thātī ēmāṁ nā badalāyā
bhaktōnē bhaktōnā nāmō bhalē badalāyā, pravāha bhaktinā jagamāṁ nā badalāyā
mānava tanaḍāṁ nē manaḍāṁ bhalē badalāyā, niyama kudaratanā tō nā badalāyā
|