1992-04-27
1992-04-27
1992-04-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15835
ગળા સુધી તો જીવન, સુખદુઃખથી ભર્યું ભર્યું છે, વધુ તો ઢોળાઈ જાશે

ભેળવી પ્રેમ, દયા કે વેરને ઇર્ષ્યૅ, કરવું મીઠું કે ખારું, એ તારા હાથમાં છે
ભેળવી ખારાશ, કરીશ ફરિયાદ ખારાશની, એમાં તારું તો શું વળવાનું છે
ભેળવ્યું તેં અને કરે છે પાછી ફરિયાદ, ફરિયાદ તારી એ તો નકામી છે
ભેળવવું શું, છે જ્યાં હાથમાં તારા, ફરિયાદને ના ત્યાં કોઈ સ્થાન છે
ભરવું હોય જો તારે, કાં કરતું ખાલી એને, કાં ભેળવવું શું, એના પર ધ્યાન દે
રહેશે તારી પાસે એવું, હશે તારી પાસે જેવું, સદા આ વાત પર તું ધ્યાન દે
એક વખત તારે, પ્રભુ પાસે થવું પડશે ખાલી, જીવનમાં આનું તું અગ્રસ્થાન છે
સોંપી દે, શું ભરવું, શું ના ભરવું પ્રભુના હાથમાં, ઉત્તમ માર્ગ તો આ છે
દેશે ના પ્રભુ, અયોગ્ય તને, તારા હર વિચારમાં, આને તો તું સ્થાન દે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
galā sudhī tō jīvana, sukhaduḥkhathī bharyuṁ bharyuṁ chē, vadhu tō ḍhōlāī jāśē
bhēlavī prēma, dayā kē vēranē irṣyaૅ, karavuṁ mīṭhuṁ kē khāruṁ, ē tārā hāthamāṁ chē
bhēlavī khārāśa, karīśa phariyāda khārāśanī, ēmāṁ tāruṁ tō śuṁ valavānuṁ chē
bhēlavyuṁ tēṁ anē karē chē pāchī phariyāda, phariyāda tārī ē tō nakāmī chē
bhēlavavuṁ śuṁ, chē jyāṁ hāthamāṁ tārā, phariyādanē nā tyāṁ kōī sthāna chē
bharavuṁ hōya jō tārē, kāṁ karatuṁ khālī ēnē, kāṁ bhēlavavuṁ śuṁ, ēnā para dhyāna dē
rahēśē tārī pāsē ēvuṁ, haśē tārī pāsē jēvuṁ, sadā ā vāta para tuṁ dhyāna dē
ēka vakhata tārē, prabhu pāsē thavuṁ paḍaśē khālī, jīvanamāṁ ānuṁ tuṁ agrasthāna chē
sōṁpī dē, śuṁ bharavuṁ, śuṁ nā bharavuṁ prabhunā hāthamāṁ, uttama mārga tō ā chē
dēśē nā prabhu, ayōgya tanē, tārā hara vicāramāṁ, ānē tō tuṁ sthāna dē
|