આવ્યા જગમાં જ્યારે, આવ્યા નથી, એવું નથી બનવાનું
કર્યું શું, ને કેવું કર્યું, જીવનમાં પડશે એ તો જોવાનું
મળ્યું કેમ, મેળવ્યું કેમ જીવનમાં, નથી એ તો દેખાવાનું – કર્યું…
છે પાસે શું, રહેશે કેટલું, આજ તો જીવનમાં ગણાવાનું – કર્યું…
અપનાવી શક્યા, હૈયેથી કોને કેટલાં, જીવનમાં બધું આમાં આવી જવાનું – કર્યું…
ભજવું હૈયેથી કેટલું જીવનમાં, જીવન નિર્ભર એના પર તો રહેવાનું – કર્યું…
થયા દુઃખી જીવનમાં કેમ ને ક્યારે, કર્યા કોને કેટલા, છે એ તો જોવાનું – કર્યું…
છે ધ્યેય સહુની પાસે જીવનમાં, જીવનમાં છે સહુએ એ મેળવવાનું – કર્યું…
અનુભવ વિનાના ઓરતા છોડી દે, કહેવા દે અનુભવને કહેવાનું – કર્યું…
વહેલું કે મોડું સહુએ જગમાંથી, જગતમાંથી, પ્રભુ પાસે તો છે જાવાનું – કર્યું…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)