કોઈને કોઈની જગમાં પડી નથી, સ્વાર્થ વિના, જગમાં, બીજી કોઈ રમત નથી
રમે નજરમાં સ્વાર્થ તો સહુના, સ્વાર્થ વિના, જગમાં બીજી કોઈ સગાઈ નથી
સાધવા સ્વાર્થ રહે સહુ તલપાપડ, ટકરાતા, દુશ્મન જેવો એ દુશ્મન નથી
રાખશે રોકી રસ્તા અન્યના, જરા સ્વાર્થનું દર્શન જ્યાં થયું નથી
પ્રેમ ને વેર છે ભલે નામ જુદાં-જુદાં, થોડાં કે વધુ, સ્વાર્થ વિના એમાં કાંઈ નથી
લેણ ને દેણ રહે ચાલતાં ને ચાલતાં જગમાં, સ્વાર્થની ગંધ વિના એમાં બીજું કાંઈ નથી
મફતનું જગમાં કોઈને કાંઈ મળતું નથી, ક્ષણની કિંમત ચૂકવ્યા વિના કોઈ રહ્યું નથી
છુપા સ્વાર્થ કરે મજબૂર સહુને જગમાં, મજબૂર બન્યા વિના કોઈ રહ્યું નથી
બંધાયા સંબંધ સ્વાર્થથી, ટક્યા સ્વાર્થથી, નિઃસ્વાર્થને સ્વાર્થનું લેબલ લગાવ્યા વિના રહ્યું નથી
કોઈ ને કોઈ સ્વાર્થ સાધવા જગમાં, પ્રભુને જગમાં, નમ્યા વિના કોઈ રહ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)