Hymn No. 3853 | Date: 29-Apr-1992
|
|
Text Size |
 |
 |
કહેશું શું જઈને તો પ્રભુ પાસે, જ્યાં તારી પાસે તો કહેવા જેવું છે શું છે યુગો યુગોથી તારી બસ આ કહાની, નથી નવું તો એમાં રે બીજું આવ્યા જગમાં, છોડયા ને લીધા શ્વાસો જગમાં, જગમાં બીજું તો કર્યું શું યુગોથી રહ્યો રાચતો તું વિકારોમાં, લાવ્યો ના બદલી એમાં તો તું કહેતો રહ્યો મન છે દર્પણ તો તારું, મેલું ને મેલું એને તોયે રાખ્યું દયાનિધિ રહ્યા કરતા દયા તારા પર, સુધર્યો ના જીવનમાં તો તું સુધારવી છે ભૂલો જીવનમાં, કહેતો રહી, કરતો ને કરતો રહ્યો ભૂલો તું આજ સુધીનો માંડ હિસાબ તું જીવનમાં, મેળવ્યું શું, ને તેં ગુમાવ્યું શું બદલાઈ ના રાહ તારી જગમાં, બદલાયા ના પ્રભુ, થયું ના અંતર ત્યાં ઓછું કરી દૃઢ નિશ્ચય હવે જીવનમાં, લાવ હવે જીવનમાં બદલી તો તું તારી પાસે, તારી પાસે, જીવનમાં બીજું કહેવા જેવું છે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|