ધર્મના નામે કરે ધતિંગ જગમાં, ધર્મને બદનામ એ કરે છે
વટાવી ખાય સંબંધો તો જગમાં, સંબંધ ના ત્યાં તો ટકે છે
છોડી કે સોંપી ના શકે ચિંતા પ્રભુને, ઉજાગરો એ તો વેઠે છે
પાઈ પૈસાનું દાન કરીને જગમાં, દયાવાન પોતાને એ સમજે છે
છે પાસે એ છોડવું નથી એને, ત્યાગની વાતો મોટી કરે છે
કહેવું આમાં કોને જગમાં, એક બીજાથી ના ઓછા ઊતરે છે
વાયદા દેવામાં રહે સહુ શૂરા, ના જલદી કોઈ એને પાળે છે
કાર્યારંભે રહે સહુ શૂરા, ના પૂરા જલદી એને તો કરે છે
ઈર્ષ્યાની આગમાં જલી-જલી, ખુદ જલી એમાં, બીજાને જલાવે છે
દેખાવ ને દેખાવમાં રહે સહુ મરતાં, દેવાના ડુંગર માથે ખડકે છે
મીઠું બોલવામાં ના કિંમત લાગે, મીઠાશ ના મફત પીરસે છે - કહેવું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)