Hymn No. 3859 | Date: 02-May-1992
|
|
Text Size |
 |
 |
રહી છે રે ફરિયાદ, જગમાં સહુની, મન સ્થિર થાતું નથી, દર્શન પ્રભુના થાતાં નથી યત્નોને યત્નોની ભીંસમાં થાતાં રહ્યા છે, યત્નો યત્નો સફળ થાતાં નથી અસંતોષે રાખે સહુ હૈયાં જલતાં, દેતા રહે મનને ભમવાના તો મોકા - રહી ધ્યાન ના રાખે કર્મો પર પોતાના, કર્મો પોતાના ધ્યાન રાખતા નથી - રહી લોભ લાલચમાં તણાયા વિના રહ્યાં નથી, એની સડક પર, લપસવાની વાર નથી -રહી વિચારોને વિચારોમાં રહે સહુ ડુબ્યા, સારા વિચારોની ધારા વહેવા દેતા નથી - રહી અન્યની સફળતામાં રહે અંજાતા ખુદની સફળતા પર તો પૂરું ધ્યાન નથી - રહી મન છે ચંચળ, વિચાર છે ચંચળ, ચંચળ વૃત્તિને જોડયા વિના એમાં રહેતા નથી - રહી જોઈએ છે જ્યાં સ્થિરતા ચંચળતા મન, બુદ્ધિ ને વૃત્તિ જલદી છોડતા નથી - રહી મક્કમતાને ધૈર્યના પ્રદર્શનમાં રહેવાના, મક્કમ જીવનમાં તો રહેતા નથી - રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|