આપવીતી જઈને કહેવી કોને, સહુ પોતાની આપવીતીમાં ડૂબ્યા છે
રૂપ અને કલેવર રહ્યા ભલે જુદાં, મસાલા એના એજ, એમાં રહ્યા છે
કહેતા સહુમાં, શાણપણ ને સલાહના ધોધ તો ત્યાં છૂટયાં છે
આપવીતીમાંથી માર્ગ કાઢવા, સહુને મુશ્કેલ ત્યાં તો લાગ્યાં છે
નાની કે મોટી જકડે સહુને, આપવીતી જીવનમાં સહુની ઊભી છે
જગમાં તો સહુને, સહુની આપવીતી પોતાની, બીજાથી મોટી લાગી છે
સહુની આપવીતી, સહુની આંખ સામે નાચે, એમાં તો સહુ નાચે છે
સહુને નાચ પોતાના એમાં, રોમાંચક ને દુઃખભર્યા તો લાગે છે
ભૂલી નથી શક્તા સહુ જલદી એને, જલદી ના નવું અપનાવી શકે છે
આપવીતીના ભાર સહુને તો જગમાં, જીવનમાં ભારે ને ભારે લાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)