લાગે ના દુઃખ તો જીવનમાં એકસરખું, મતિએ-મતિએ, દુઃખ તો જુદાં હોય
ઠંડું કે ગરમ, પાણી તો જીવનમાં, સહુને જુદું-જુદું ઠંડું કે ગરમ લાગતું હોય
પ્રેમની અપેક્ષા છે સહુની તો જુદી, ના એક જાત જીવનમાં એમાં તો હોય
દૃષ્ટિએ-દૃષ્ટિએ ભેદ તો રહેવાના, ના એક જ દૃષ્ટિ તો સહુની હોય
બુદ્ધિએ-બુદ્ધિએ સહુ જુદું માપવાના, બુદ્ધિના માપ સહુના તો જુદા હોય
વૃત્તિએ-વૃત્તિએ સહુ જુદું નાચવાના, વૃત્તિના નાચ સહુના જુદા-જુદા હોય
સરખાપણું લાગે ભલે જીવનમાં, ક્યાંય ને ક્યાંક સહુ તો જુદા હોય
પ્રભુના નામમાં ના સંમત સહુ થાતા, જુદા-જુદા ત્યાં પણ હોય
કર્મે-કર્મે પડતાં રહે સહુ જુદા, સહુના કર્મો તો જુદા-જુદા હોય
સ્વાર્થમાં રહ્યાં છે સહુ તો ડૂબ્યાં, જીવનમાં સ્વાર્થમાં સહુ એક સરખા હોય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)