Hymn No. 3917 | Date: 29-May-1992
|
|
Text Size |
 |
 |
1992-05-29
1992-05-29
1992-05-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15904
તારી પ્રેમની વીણાને રે, તારી પ્રેમની વીણાને જીવનમાં તું વાગવા દે
તારી પ્રેમની વીણાને રે, તારી પ્રેમની વીણાને જીવનમાં તું વાગવા દે સાદ મધુરો એનો રે જીવનમાં, પ્રભુના હૈયે તો પહોંચવા દે સૂર તારા એમાં એવા ભરીને, હૈયું પ્રભુનું તું પૂરું ભીંજવી દે લોભ લાલચના ખોટા સૂરો ભરીને, ખોટું ના એને તું બનાવી દે વેરને ઇર્ષ્યાના સૂરોથી, જોજે એને ના એમાં ઝણઝણવા દે હલી ઊઠે હૈયે તારા પ્રેમના તાંતણા, મીઠી એવી એને વાગવા દે તારા સૂરે સૂરે, મળશે સૂર પ્રભુના, સંગીત મધુરું એવું બનવા દે તૂટે ના, છૂટે ના અધવચ્ચે તાર એના, ધ્યાન પૂરું એના પર રહેવા દે એના સૂરે સૂરે કરશે શક્તિઓ નૃત્ય, ત્રિલોકને એમાં તરબોળ બનાવી દે તારી વીણાને એવી વગાડ, પ્રભુને એમાં તન્મય બનાવી દે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari premani vinane re, taari premani vinane jivanamam tu vagava de
saad madhuro eno re jivanamam, prabhu na haiye to pahonchava de
sur taara ema eva bharine, haiyu prabhu nu tu puru bhinjavi de
lobh lalachana khota na surhotana de
verothana, irothana khota de verothana bhari ne , joje ene na ema janajanava de
hali uthe haiye taara prem na tantana, mithi evi ene vagava de
taara sure sure, malashe sur prabhuna, sangita madhurum evu banava de
tute na, chhute na adhavachche taara ena, dhyaan puru
sure ena paar raheva de ena sure karshe shaktio nritya, trilokane ema tarabola banavi de
taari vinane evi vagada, prabhune ema tanmay banavi de
|