જે જનમતો નથી, જે મરતો નથી, એવો છે જે તું, તને ભય છે શાનો
કોઈ જગમાં રહેતું નથી, રહેવાનું નથી, જગમાં રહેવાનો મોહ છે તને શાને
ના કાંઈ લઈ આવ્યો, ના લઈ જવાનો જગમાં કરવા ભેગું, મથતો રહ્યો છે શાને
ગણ્યા જેને તેં તારા, મળ્યા ના એના સથવારા, ગણે છે એને તું પોતાના શાને
જ્યાં પ્રકાશ નથી, અંધકાર નથી, છે એ સ્થાન તારું, પહોંચવા ત્યાં છે ભય શાને
જે સ્વપ્ન નથી, જે સત્ય નથી, સાચું એને જીવનમાં, તું માને છે શાને
તારે કેહવું નથી, સહી શક્તો નથી, પ્રભુને કહી, ખાલી થાતો નથી તું શાને
તારે પ્રભુને કાંઈ દેવું નથી, કાંઈ લેવું નથી, કરવી છે પ્રાર્થના એની તો શાને
દયા ખપતી નથી, ક્ષમા માંગવી નથી, કરતો રહે છે ભૂલો તું તો શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)