ગયું જીવનમાં, એ તો ગયું, ના હાથમાં જ્યાં એ તો રહ્યું
અફસોસ કરી-કરીને એનો જીવનમાં, જીવનમાં દુઃખી શાને થાતાં રહેવું
જોશે જે જીવનમાં, નથી એ તો મળતું, એના જેવું ભલે આવે બીજું
રહ્યું છે જે પાસે, ના કદી જીવનમાં એ તો, એવું ને એવું રહી શક્તું
પળેપળ ને શ્વાસેશ્વાસો રહે બદલાતા જીવનમાં, ના સ્થિર એ તો રહ્યું
ગતિની ધારા રહે વહેતી ને વહેતી, સ્થિર ના કાંઈ એમાં તો રહી શક્તું
ક્ષણે-ક્ષણે ને પળે-પળે, જગત ને જીવન રહે સદા ને સદા બદલાતું
બદલાય જીવનમાં જ્યાં કાંઈ તારું, અચરજમાં પડે છે શાને એમાં તો તું
મન, વૃત્તિ તો રહે સદા બદલાતી ને બદલાતી, સ્થિર રહેશે કેટલો એમાં તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)