પડશે ના ચેન અમને રે પ્રભુ, જીવનમાં તો તમારા વિના
પડશે ચેન તમને રે ક્યાંથી રે પ્રભુ, અમારા વિના, રે અમારા વિના
કરી ના શકીએ જીવનમાં કાંઈ અમે રે પ્રભુ, અમે તો તમારી મરજી વિના
કર્મોથી સુધારીએ ના જો ભાગ્ય અમારું, મળશે જીવનમાં ક્યાંથી, ભાગ્ય વિના
રાખ્યા સદા નજરમાં તેં તો અમને, છે એ તો એના ને એના પુરાવા
વિશ્વાસે રહીશું વધતાં જીવનમાં અમે, કાઢવા નથી એમાં રે બહાના
મોત પણ દૂર કરી નથી શકવાનું રે પ્રભુ, સંબંધ તમારા ને અમારા
આવતા ને આવતા રહ્યા છે જીવનમાં તો સદા, મુસીબતોના તો ઉછાળા
પ્રભુ, હોય જો તું સાથે, છીએ અંશ અમે તારા, નથી સંબંધ તારા ખોટા
છે સંબંધ આપણો પુરાણો, રહી ના શકશું આપણે, એકબીજાની તો વિના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)