Hymn No. 3927 | Date: 02-Jun-1992
|
|
Text Size |
 |
 |
થાશે શું, થાશે ક્યારે, થાશે કેવું, છે ચિંતા સહુના હૈયે તો આની છે હૈયે ઉત્સુક્તા સહુને તો, હૈયે તો સદા આ તો જાણવાની કદી હશે એ તો ગમતું, કદી હશે ના ગમતું, છે હૈયે એની કેટલી તૈયારી રહ્યા છે જાણવા સહુ આ તો મથી, છે સહુની આ તો મગજમારી જાણીને પણ હોતી નથી સહુના હૈયે રે, કદી એની તો ખાતરી જાણીને પણ જો એ ના અટકી શકે, છે એવું જાણવાની શાને ઇંતેજારી કરતો રહે જીવનમાં તો તું, ખોલતો રહે પ્રભુ, તારી પ્રેરણાની બારી જાણી જાણી, થાશે યત્નો ઢીલા, થઈ જાશે બંધ ત્યાં તો યત્નોની બારી આવ્યો લઈ તું ભાગ્ય સાથે, રાખ ભાગ્યને બદલવાની જીવનમાં તૈયારી થાશે તો એ, જો ચાહીશ તું, શ્રદ્ધા, ધીરજ ને સંકલ્પની સાથે તો તૈયારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|