ગુલાબ ફૂલ ચૂંટવા હોય તો, કાંટાની તૈયારી રાખજો
અમૃત પીવું હોય તો, ઝેર પીવાની તૈયારી રાખજો
પ્રેમ પામવો હોય તો, હૈયેથી ધિક્કાર કાઢી નાખજો
જ્ઞાન પામવું હોય તો, ગુરુપદે જ્ઞાનીને સ્થાપજો
લક્ષ્ય તરફ પહોંચવા, યોગ્ય રસ્તો પૂછી રાખજો
સેવા કરવી હોય તો, સહન કરવાની શક્તિ રાખજો
ધ્યાન ધરવું હોય તો, બીજા વિચાર કાઢી નાખજો
પ્રગતિ કરવી હોય તો, જીવન સરળ કરી નાખજો
ભક્તિ કરવી હોય તો, હૈયામાં ભાવ ભરી રાખજો
મૈત્રી ટકાવવી હોય તો, શંકા દૂર કરી નાખજો
હૈયે શાંતિ પામવી હોય તો, ખોટા વિચારો કાઢી નાખજો
મોક્ષ મેળવવો હોય તો, વળગણ દૂર કરી નાખજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)