1992-06-06
1992-06-06
1992-06-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15920
જ્યાં હું તો પ્રગટયો રે મુજમાં, પ્રભુ ત્યાંથી, તું તો સરકી ગયો

જ્યાં પ્રગટયો તું તો મુજમાં રે પ્રભુ, હું તો ત્યાં ના રહી શક્યો
છે આ કેવી બલિહારી તારી, છું હું તો તુજથી, ના સાથે તોયે રહી શક્યો
જાગતા હું તો મુજમાં, ઉત્પાત તો જીવનમાં મચતો ને મચતો રહ્યો
જ્યાં પ્રગટયો તું તો મુજમાં, અનુભવ શાંતિનો મળતો ને મળતો રહ્યો
રહી સાથેને સાથે તો સદા, સંતાકૂકડી મુજથી તું રમતો ને રમતો રહ્યો
તું તો મને સદા જોતોને જોતો રહ્યો, યુગોથી યુગોથી, તને હું શોધતો રહ્યો
તૂટયો ના ક્રમ આજ સુધી આ, ક્રમ આ તો ચાલતો ને ચાલતો રહ્યો
છે તારી દયા તો કેવી, ગોતવાની આશામાંથી ના હું તો તૂટી પડયો
છે સંબંધો તો યુગો પુરાણા, તોયે અજાણ્યો હું તુજથી તો રહ્યો
લાગે છે અલગતા હૈયે હવે તો એવી, નિર્ણયનો સૂર તારો શાને એમાં ભળ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jyāṁ huṁ tō pragaṭayō rē mujamāṁ, prabhu tyāṁthī, tuṁ tō sarakī gayō
jyāṁ pragaṭayō tuṁ tō mujamāṁ rē prabhu, huṁ tō tyāṁ nā rahī śakyō
chē ā kēvī balihārī tārī, chuṁ huṁ tō tujathī, nā sāthē tōyē rahī śakyō
jāgatā huṁ tō mujamāṁ, utpāta tō jīvanamāṁ macatō nē macatō rahyō
jyāṁ pragaṭayō tuṁ tō mujamāṁ, anubhava śāṁtinō malatō nē malatō rahyō
rahī sāthēnē sāthē tō sadā, saṁtākūkaḍī mujathī tuṁ ramatō nē ramatō rahyō
tuṁ tō manē sadā jōtōnē jōtō rahyō, yugōthī yugōthī, tanē huṁ śōdhatō rahyō
tūṭayō nā krama āja sudhī ā, krama ā tō cālatō nē cālatō rahyō
chē tārī dayā tō kēvī, gōtavānī āśāmāṁthī nā huṁ tō tūṭī paḍayō
chē saṁbaṁdhō tō yugō purāṇā, tōyē ajāṇyō huṁ tujathī tō rahyō
lāgē chē alagatā haiyē havē tō ēvī, nirṇayanō sūra tārō śānē ēmāṁ bhalyō
|