રહે છે સુખદુઃખમાં સદાય એ સાથીદાર
સંકટ સમયે સાથે રહે છે બનીને મદદગાર
સાચો પોકાર કરતા, સહાય કરવા તત્પર સદાય
એના શરણે જાતાં, દુઃખ પણ ભાગે સઘળાંય
પાપીઓનાં પાપ ધોવાય, છે એનું નામ મહાન
એના ચરણે બેઠા એ છે, ધનવાનોના પણ ધનવાન
જે આશા સેવીએ આ જગમાં, એનો છે એ દાતા
એને કોઈ પણ નામે પોકારો, પ્રભુ કહો કે માતા
પળ પણ એ વિસરતો નથી, સદાય રાખે સંભાળ
એના જેવો નહીં મળે બીજો, ભજો છોડીને જંજાળ
યુગોથી સર્વેનાં કાર્યો કરતો, છે એ શક્તિનો ભંડાર
હવે કરજો પ્રેમથી સાદ, સાંભળશે તમારો પુકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)