Hymn No. 3944 | Date: 09-Jun-1992
|
|
Text Size |
 |
 |
ગમ્યું છે ગમ્યું છે, તને આ ગમ્યું, તને તેં ગમ્યું જીવનમાં, કરતોને કરતો રહે છે
Gamu Che Gamu Che, Tane Aa Gamu, Tane Te Gamu Jeevanama, Karato Ne Karato Rahe Che
ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)
ગમ્યું છે ગમ્યું છે, તને આ ગમ્યું, તને તેં ગમ્યું જીવનમાં, કરતોને કરતો રહે છે ગમવાને ગમવાની સાથે, અણગમતું પણ જીવનમાં ઊંભું કરતો રહ્યો છે ગમ્યું છે, છે અલ્પ સંખ્યામાં, અણગમતાનું લશ્કર ઊંભું થાતું રહ્યું છે ગમ્યું જે, રહ્યું છે ફરતું, અણગમતું એ પણ કદી બનતું રહ્યું છે ગમ્યું તને જે, ના ગમ્યું, બીજાને એ જીવનમાં સદા આમ બનતું રહ્યું છે ગમતું એકસરખું તો સહુને જીવનમાં, દુર્લભને દુર્લભ એ તો રહ્યું છે ગમ્યું જાણવું બધું જીવનમાં તો સહુને, મહેનતમાં સહુએ અળગા રહેવું છે ગમ્યુંના વેરીને વેરી જીવનમાં કોઈને, વેરીને વેર જીવનમાં ઊંભું થાતું રહ્યું છે ગમતું રહે છે સદા વિવિધતામાં, વિવિધતામાં ગમ્યું ના ગમ્યું થાતું રહ્યું છે ગમ્યું જે પ્રભુને, તેં કેટલું કર્યું છે, તારું કર્યું કરે પ્રભુ, શાને ચાહતો રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|