Hymn No. 3948 | Date: 11-Jun-1992
|
|
Text Size |
 |
 |
એક તો તું છે રે પ્રભુ, છે એક તો તું, છે એક તો, તું ને તું
Ek To Tu Che Re Prabhu, Che Ek To Tu, Che Ek To, Tu Ne Tu
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
એક તો તું છે રે પ્રભુ, છે એક તો તું, છે એક તો, તું ને તું છીએ અંશ અમે તારા રે પ્રભુ, રહ્યો છે અમારામાં, એક તો, તું ને તું દૃષ્ટિએ દૃષ્ટિએ દેખાય જગમાં વિવિધતા, વિવિધતામાં તો છે એક તો, તું ને તું શું જ્ઞાન કહું, શું ભક્તિ કહું, શું યોગ કહું, પમાય બધા માર્ગથી એક તો, તું ને તું જાણનાર ભી તું, જણાવનાર ભી તું, સમાયેલો છે એમાં, એક તો તું ને તું ખાલી નથી સ્થાન જગમાં તારા વિના, વ્યાપ્યો છે સર્વવ્યાપક બની, એક તો તું ને તું જડ ચેતન, સ્થાવર જંગમ ટક્યા છે, જગમાં તારા સ્પર્શથી, છે એમાં એક તો, તું ને તું ટક્યું છે જગ તારા ટેકાથી, છે જગમાં એક સહુનો આધાર તો, એક તો તું ને તું વળે ના જગમાં તો કહીને કોઈને, છે સહુનો સાંભળનાર, એક તો તું ને તું પામશું જગમાં, તારી માયા વિના બીજું શું, છે પામવા જેવો એક, તો તું ને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|