Hymn No. 3949 | Date: 11-Jun-1992
|
|
Text Size |
 |
 |
છે તારી તું તો શક્તિથી ભરેલી, કેમ કરીને ગણવી અબળા તો તને દઈ જનમ માનવને, શક્તિથી ભરેલા જગમાં, સોંપ્યા એને તો તેં જગને - કેમ... બની પ્રેરણા શક્તિ કંઈકની તું તો જગમાં, કરાવ્યા પરાક્રમો તો એની પાસે - કેમ... ભલભલા માંધાતાઓને જગમાં તું તો, આંગળીના ટેરવે તો નચાવે - કેમ... ચલાવે સંસારને તું તો જગમાં, તુજ થકી જગમાં તો સંસાર રહેવાયે - કેમ... તુજ કાજે તો યુદ્ધો ખેલાયા, તુજ ખોળામાં, સહુ જગમાં તો આરામ પામે - કેમ... તુજ પ્રેમ કાજે જગમાં સહુ સહન કરતા, તારા બે શબ્દથી સહુ દિલાસા પામે - કેમ ... જગમાં તૂટી પડેલા માનવ, રહે જગમાં ઊભા તારી, સહનશીલતાના આધારે - કેમ... બગડી જ્યાં તું, વિફરી જ્યાં તું, તારા કોપમાંથી ના કોઈ બચી શકે - કેમ... ભક્તિમાં રહી તું, ભાવમાં રહી તું, છે શક્તિથી ભરેલી, નારી તોયે તું કહેવાયે - કેમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|