Hymn No. 3954 | Date: 13-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-13
1992-06-13
1992-06-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15941
જે જીવનમાં પ્રભુનો બની શક્યો નથી, તે જગમાં કોઈનો રહી શક્તો નથી
જે જીવનમાં પ્રભુનો બની શક્યો નથી, તે જગમાં કોઈનો રહી શક્તો નથી માયાના નાચમાં રહે એ તો નાચતો, એના નાચમાં નાચ્યા વિના બીજું કરતો નથી લોભ લાલચની ધારા છે અનોખી, ડૂબ્યો રહે એમાં, બહાર નીકળવું એને ગમતું નથી જીવન જીવે એવી રીતે, દંભ વિના જીવનમાં એના, બીજું કાંઈ તો મળતું નથી એના પ્રેમમાં ભી મળે ગંધ સ્વાર્થની, નિઃસ્વાર્થ પ્રેમની હસ્તી હૈયે એના વસતી નથી વસ્યો છે પ્રભુ તો સહુના હૈયાંમાં, નજરે એના જીવનમાં એ તો ચડતો નથી ખાવું, પીવું ને હરવા ફરવામાં, વિતાવે સમય તો એનો, હૈયે પ્રભુ એને વસતો નથી રાત દિવસ કરતો રહે રટણ માયાનું, કરવા રટણ પ્રભુનું સમય મળતો નથી સુખના દિવસમાં ફરે જીવનમાં એ તો ફુલાઈને, દુઃખમાં રડયા વિના એ રહેતો નથી સાથ વિનાના ગોતે જીવનમાં સાથીદારો, જીવનમાં સાથ કોઈનો પૂરો મળતો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je jivanamam prabhu no bani shakyo nathi, te jag maa koino rahi shakto nathi
mayana nachamam rahe e to nachato, ena nachamam nachya veena biju karto nathi
lobh lalachani dhara che anokhi, dubyo rahe emam, bahaar jivan gamatum dami
vathi nikalavum ene ena, biju kai to malatum nathi
ena prem maa bhi male gandha svarthani, nihsvartha premani hasti haiye ena vasati nathi
vasyo che prabhu to sahuna haiyammam, najare ena jivanamam e to chadato nathi
khavaya, vitamai to pramaya, vitarai to pramai, pivum ne harava vasato nathi
raat divas karto rahe ratan mayanum, karva ratan prabhu nu samay malato nathi
sukh na divasamam phare jivanamam e to phulaine, duhkhama radaya veena e raheto nathi
saath veena na gote jivanamam sathidaro, jivanamam saath koino puro malato nathi
|