હૈયે-હૈયે તો છે સહુની તો વાતો ભરેલી (2)
ક્યાંય ને ક્યાંય પડશે એને કહેવી, જોવું પડે જીવનમાં, ક્યાં એને કહેવી
હશે જીવનમાં કદી એ તો ગમતી, હશે જીવનમાં કદી એ તો અણગમતી
રહી ગઈ જ્યાં એ તો હૈયે, રહેશે જીવનમાં મૂંઝવણ કરતી એ તો ઊભી
કોઈને કહી દીધી જ્યાં એને હૈયેથી, થઈ જાશે હૈયું ત્યાં તો ખાલી
પડશે જીવનમાં કદી રાહ તો જોવી, મળે ના પાત્ર જીવનમાં જો જલદી
કદી ઢોળાશે કળશ બહારના પર જલદી, રહેશે ઘરના બાકાત ત્યાં એમાંથી
પડે રસ સહુને અન્યના જીવનમાં જલદી, બની જાયે એ તો વિટામિનની ગોળી
હોયે કદી એ તો એવી દુઃખ ભરી, દેશે વહાવી નયનોથી ધારા આંસુઓની
રાતદિવસ રહે જીવનમાં એ તો બળતી ને બળતી, ક્યાંય ને ક્યાંય પડે એને કહેવી
મળે ના પાત્ર જો સારું જીવનમાં, કરજે પ્રભુ પાસે હૈયું ત્યારે તું તો ખાલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)