છે મુસીબતો તો મારા જીવનમાં, મારી તો, પ્રભુની પ્રસાદી
પ્રેમથી મને એ તો આરોગવા દેજો (2)
થાય ઇચ્છા પ્રસાદમાં જો ભાગ પડાવવાની, તો આવજો દોડી
પણ કોઈ ખોટી દયા મારી તો ખાશો નહિ (2)
છે હિસાબ એ તો મારો ને પ્રભુનો, જગ ભલે સમજે ભાગ્ય એને
મારા ભાગ્યમાં હાથ દેવા, વચ્ચે કોઈ આવશો નહિ
પડું આખડું જો જીવનમાં, દેજો સહારો તો ઊભા રહેવામાં
ખાવા ખોટી દયા મારી, દેવા શિખામણ, દોડી આવશો નહિ
અફસોસ તો છે જીવનમાં, નથી ભાગ્ય મારું ને તમારું જ્યાં સંકળાયું
કરી અફસોસ મારા ભાગ્ય પર, દુઃખી જીવનમાં તમે થાશો નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)