Hymn No. 3988 | Date: 26-Jun-1992
|
|
Text Size |
 |
 |
રાખ્યો છે ભરોસો, રાખીશ ભરોસો, ભરોસો મારો તું રહેવા દેજે હંકારી છે નાવડી, પ્રભુ તારા ભરોસે, ડૂબવા ના એને તો તું દેજે આવશે તોફાનો જીવનમાં તો ઝાઝાં, પ્રભુ ત્યારે મને એમાં તું સંભાળી લેજે છે સહારા, બીજા તો નકામા પ્રભુ તારા, ભરોસે ને ભરોસે રહેવા તું દેજે હતો હું તો અજાણ્યો, આવ્યો જ્યારે હું જગમાં, ભરોસે ચાલ્યું, તૂટવા ના દેજે રાખ્યો ભરોસો મેં તો, ઠેકાણે હતો એ સાચો, એને ઠેકાણે રહેવા તું દેજે તૂટવા ના દેજે ભરોસો, ડૂબવા ના દેજે ભરોસે, ભરોસે મને રહેવા દેજે જાણું ના જોઈએ મને તો શું શું છે સારું, તારા ભરોસે, તને એ સોંપવા દેજે કરતો રહું બધું, તારા ભરોસે, ના દૂર તુજથી તું મને તો રહેવા દેજે રહેશું સાથેને સાથે, પડશું ના જુદા, ભાવ પૂરા મારા આ ભવમાં કરવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|