આવે ને આવવું પડે, સહુએ જગમાં તો તારી પાસે રે પ્રભુ
આવે કોઈ ધીમે-ધીમે, આવે તો કોઈ દોડતાં-દોડતાં, આવે તો કોઈ દોડતાં-દોડતાં
આવે તો કોઈ થાકી-થાકી તારી પાસે, આવે તો કોઈ લઈ ઉમંગભર્યાં હૈયાં
આવે ને કહે સહુ વાત પોતપોતાની તને, સાંભળવા તને ના કોઈ તૈયાર રહેતા
કહે વાતો કોઈ તને તો હસતા-હસતા, કહે તને તો કોઈ વાત રડતાં-રડતાં
થાતા ના ખાત્રી હૈયે, સાંભળ્યું કે ના સાંભળ્યું તેં, હૈયાં સહુના ઊંચા નીચા થાતાં
વાતો કરે સહુ તને ચિંતા સોંપવાની, રહે જગમાં તોય ચિંતા કરતા ને કરતા
કાકલૂદી ભરી વાતો કરી, આંસુઓ સારી, તારી દયા રહે સહુ માગતા ને માગતા
પડી પાછા તો જગની માયામાં, રહે સદા એ તો તને ભૂલતા ને ભૂલતા
રહ્યા તારામાં વિશ્વાસે, રાખ્યું મનડું તારામાં, એ તો આ ભવસાગર તરતાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)