Hymn No. 4001 | Date: 01-Jul-1992
|
|
Text Size |
 |
 |
ધરી આવ્યો છે વેશ, માનવનો તું જગમાં, રાખતો ના કચાશ તું ભજવવામાં, જોજે વેશ જીવનમાં તારો લજવાય ના (2) બન્યો સંતાન તું મા-બાપનો તો જગમાં, મા-બાપના મા બાપ તું બનતો ના - જોજે છે કે બન્યો ભાઈ તું ભાઈ બેનનો, કચાશ એમાં તું રાખતો ના - જોજે અભડાવતો ના પડી લોભ લાલચમાં, સપડાઈ એમાં તો જીવનમાં - જોજે બની સાચો શિષ્ય તું જીવનમાં, લેજે શિક્ષણ સાચું તું જીવનમાં - જોજે છે જે ધરાનો સંતાન તું, એ ધરાનો બની રહેજે, દુશ્મન એનો તું બનતો ના - જોજે છે જ્યાં માનવ તું, બની માનવ તું રહેજે, મહેકાવજે જીવનમાં તું માનવતા - જોજે દોસ્ત તું કોઈનો કહેવાવાનો, નિભાવજે તું દોસ્તી, દુશ્મન એને તું બનાવતો ના - જોજે કરવા નીકળ્યો તું સેવા, રાખતો ના તું જોવાની ભાવના, કરજે તું નિઃસ્વાર્થ સેવા - જોજે કરતો ના તું ઝઘડા ટંટા, વહેવરાવજે તું પ્રેમની ધારા, જોજે એ ખૂટે ના - જોજે પ્રેમભર્યું છે હૈયું તારું, રાખજે એને એનાથી ભર્યું, જોજે એ તો ખાલી થાય ના - જોજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|