છોડીને જગત કેરી જંજાળ
આવ્યો તારી પાસે તારો બાળ
ખોળલે લઈ માડી સંભાળ
આવ્યો તારી પાસે તારો બાળ
ભટકી, ભૂલી સંસારથી લપેટાઈ
આવ્યો તારી પાસે તારો બાળ
તારો પ્રેમાળ હાથ માથે ફેરવ
આવ્યો તારી પાસે તારો બાળ
અભિમાન કેરા ભાર તું છોડાવ
આવ્યો તારી પાસે તારો બાળ
નમ્રતામાં સદા મુજને ડુબાવ
આવ્યો તારી પાસે તારો બાળ
તારા ભક્તિભાવમાં મુજને નવરાવ
આવ્યો તારી પાસે તારો બાળ
ચિંતારહિત મીઠી નીંદર લેવડાવ
આવ્યો તારી પાસે તારો બાળ
ષડવિકારોથી માડી મુજને બચાવ
આવ્યો તારી પાસે તારો બાળ
તારાં દર્શન દઈ આશિષ વરસાવ
આવ્યો તારી પાસે તારો બાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)