Hymn No. 4003 | Date: 02-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-02
1992-07-02
1992-07-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15990
દૂર કેમ રહ્યો તું રે પ્રભુ, દૂર કેમ તું થાતોને થાતો રહ્યો
દૂર કેમ રહ્યો તું રે પ્રભુ, દૂર કેમ તું થાતોને થાતો રહ્યો આવવું હતું, રહેવું હતું તારી પાસે તો મારે, દૂર કેમ હું તો રહી ગયો હતા જ્યાં એક તો આપણે, પડદો વચ્ચે શાનો હવે તો પડી ગયો કરતો રહ્યો યત્ન હટાવવા એને, અસફળ એમાં શાને હું રહી ગયો અંતરનું માપ ના હું માપી શક્યો, પ્રેમથી શાને નજદીક લાવી શક્યો છે રાત દિવસ તો માપ તારા, શાને એમાંને એમાં હું બંધાતો ગયો સુખ દુઃખ હાસ્ય, રૂદન છે જીવનના પાસા, મહત્ત્વ શાને એનું તું દેતો ગયો જોઈએ બધું, દેખાય બધું, શાને કરી યાદ, એને હું ના ગણી શક્યો છે કર્મ તો તને પામવાની સીડી, શાને એમાંને એમાં હું બંધાતો ગયો જીવનમાં હું તો ભૂલું ઘણું, મને સદા યાદ તું રાખતોને રાખતો રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dur kem rahyo tu re prabhu, dur kem tu thatone thaato rahyo
aavavu hatum, rahevu hatu taari paase to mare, dur kem hu to rahi gayo
hata jya ek to apane, padado vachche shano have to padi gayo
karto rahyo yatna hatavava ene, asaphala shaane hu rahi gayo
antaranum mapa na hu mapi shakyo, prem thi shaane najadika lavi shakyo
che raat divas to mapa tara, shaane emanne ema hu bandhato gayo
sukh dukh hasya, rudana che jivanana pasa, mahattva shaane enu tu deto gayo, de
joie badhu shaane kari yada, ene hu na gani shakyo
che karma to taane pamavani sidi, shaane emanne ema hu bandhato gayo
jivanamam hu to bhulum ghanum, mane saad yaad tu rakhatone rakhato rahyo
|