Hymn No. 4012 | Date: 05-Jul-1992
|
|
Text Size |
 |
 |
1992-07-05
1992-07-05
1992-07-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15999
નથી જોઈતી જગ્યા ઝાઝી મને રે પ્રભુ, તારા ચરણમાં જગ્યા બસ થોડી મળી જાય
નથી જોઈતી જગ્યા ઝાઝી મને રે પ્રભુ, તારા ચરણમાં જગ્યા બસ થોડી મળી જાય જવું હોય ત્યાં જાજે ભલે તું રે પ્રભુ, મારી નજરમાંથી જોજે ના તું હટી જાય કરવી છે શું મારે જગની દોલત રે પ્રભુ, જો જીવનમાં તારા નામની દોલત મળી જાય મસ્તક પર પડે જીવનમાં ધૂળો ભલે ઘણી રે પ્રભુ, જો ચરણરજ તારી એમાં ભળી જાય જોઈતું નથી ગંગાજળ કે યમુનાજળ મારે રે પ્રભુ, જો તારું પ્રેમજળ મને તો મળી જાય જોઈ રાહ જીવનભર તારી રે પ્રભુ, થાતા દર્શન તારા રે પ્રભુ, પાવન એ થઈ જાય સમજાય કે ના સમજાય બીજું જીવનમાં રે પ્રભુ, જીવનમાં તો જો તું સમજાય જાય રહ્યો છું જીવી બસ એક તારી આશાએ રે પ્રભુ, જોજે મારા તો જીવનમાં રહી જાય ધડકી રહ્યું છે હૈયું મારું રે પ્રભુ, જોજે ધડકને ધડકને નામ તારું લેવાતું જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi joiti jagya jaji mane re prabhu, taara charan maa jagya basa thodi mali jaay
javu hoy tya jaje bhale tu re prabhu, maari najaramanthi joje na tu hati jaay
karvi che shu maare jag ni dolata nam re prabhu mali
jivanamam paar jivanamam dhulo bhale ghani re prabhu, jo charanaraja taari ema bhali jaay
joitum nathi gangajala ke yamunajala maare re prabhu, jo taaru premajala mane to mali jaay
joi raah jivanabhara taari re prabaya na samaya, thaata darshan taara re prajabhu, thaata darshan taara re prajabhu,
thaay biju jivanamam re prabhu, jivanamam to jo tu samjaay jaay
rahyo chu jivi basa ek taari ashae re prabhu, joje maara to jivanamam rahi jaay
dhadaki rahyu che haiyu maaru re prabhu, joje dhadakane dhadakane naam taaru levatum jaay
|
|