જ્યાં-જ્યાં આંગળી મારી ફરે, ત્યાં-ત્યાં છે તું ને તું
સૂર્યને પણ પ્રકાશ દેતી, પ્રકાશમાં પણ છે તું ને તું
ચંદ્રને શીતળતા અર્પી, શીતળતામાં પણ છે તું ને તું
તારાઓ અનેક ટમકતા, એના ટમકારમાં છે તું ને તું
સમુદ્ર વસી તારું હૈયું છલકે, ભરતી-ઓટમાં છે તું ને તું
ફૂલોમાં મધુર ફોરમ ફેલાવે, ફોરમમાં પણ છે તું ને તું
પાપોથી છલકાતાં પાપીનાં હૈયાં, એના હૈયામાં પણ છે તું ને તું
સંતોનાં હૈયાં નિર્મળ બનાવ્યાં, નિર્મળતામાં પણ છે તું ને તું
ક્રોધીનાં હૈયાં ક્રોધથી રહે ભરેલાં, એના ક્રોધમાં પણ છે તું ને તું
તડકા ને છાયા તેં બનાવ્યા, દિન અને રાત બનાવે છે તું ને તું
મરણ પણ તારી મરજીથી થાતાં, જીવનના ઉલ્લાસમાં વ્યાપી તું ને તું
આંગળી મારી ફરતી મુજમાં અટકી, મારામાં પણ છે તું અને તું
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)