Hymn No. 4018 | Date: 07-Jul-1992
|
|
Text Size |
 |
 |
વ્હાલી રે માતા, વ્હાલી રે માતા, જીવનમાં તો મને ખૂબ વ્હાલીને વ્હાલી છે
Vhali Re Mata,Vhali Re Mata, Jeevanama To Mane Khub Vhaline Vhali Che
મા, ભગવાન (Almighty Mother, God)
વ્હાલી રે માતા, વ્હાલી રે માતા, જીવનમાં તો મને ખૂબ વ્હાલીને વ્હાલી છે દૂર છે કે ક્યાં છે, જાણું ના હું એ તો, મને એ તો સાથેને સાથે લાગે છે પ્રેમ મળ્યો ના મળ્યો કે જીવનમાં, હૈયું મારું એનાથી ભર્યું ભર્યું રહે છે રાખે સંભાળ સદા જીવનમાં એ તો મારી, પળ એના વિના ના એ ખાલી રાખે છે વિસરું ના પળ એક ભી એને, ના એક પળ ભી મને એ તો વિસરે છે મળશે ના એના જેવી બીજી જગમાં, જગમાં એ તો એક અને અનોખી છે પ્રેમભરી છે એ તો સદા, જગ પર પ્રેમ સદા એ તો વરસાવતી આવી છે પહોંચી ના શકે દુઃખ તો એની પાસે, જ્યાં એ તો સદા દુઃખહર્તા છે ના એ તો ખાલી છે, એ તો ખાલી કરનારી છે, થયા જે ખાલી, પૂર્ણ એને કરનારી છે આંખ તો એની પ્રેમની પ્યાલી છે, હૈયું પ્રેમની ઝારી છે, સહુને એ પીવરાવતી આવી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|