મળ્યા છે ને મળે સાથ જીવનમાં ભલે તો બીજા બધા
પ્રભુના સાથ વિના જીવનમાં તો છે એ શા કામના
લઈ સાથ ભાગ્યના જીવનમાં, આવ્યા તો સહુ જગમાં
પામ્યા વિના સાથ તો પ્રભુના, બનશે એ તો નકામા
મળતાને મળતા રહ્યા સાથ જીવનમાં તો સદા માયાના
મેળવી મેળવી સાથ એના જીવનમાં, વળ્યું શું જીવનમાં
દીધાં સાથ પ્રભુએ, માગ્યાં જેણે, ખાલી ના એને રહેવા દીધા
પાત્રતા જાગી જીવનમાં, મોલ ના એણે બીજા તો લીધા
મેળવવા સાથ એનો, કહો સાધના, મળ્યા સાથ એમાં લાગી ગયા
દૃષ્ટિમાંથી કે સાથમાંથી, પળભર પણ ના એ તો હટયા
જ્યાં એનાને એના જીવનમાં, એનામય તો બનતા ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)