એક પછી એક શત્રુઓ તારા, લડવા કાંઈ એમ આવવાના નથી
તને કહીને, કે તને ચેતાવીને, ઘા જીવનમાં કાંઈ એ કરવાના નથી
કરશે ઘા ક્યારે કેમ ને ક્યાં, કાંઈ એ તને તો કહેવાના નથી
પડશે રહેવું તૈયાર જીવનમાં તો સદા, એના વિના છૂટકો તારો નથી
મળશે સાથ એને તો ઝાઝા, એનું તો કાંઈ એમાં તો જવાનું નથી
હોય સંખ્યા ભલે એની તો ઝાઝી, ડરવાની એમાં કાંઈ જરૂર નથી
કરશે કોશિશ રોકવા તને, હરકત કર્યા વિના એ રહેવાના નથી
ભણશે ના હોંકારા એ તારી વાતમાં, સામનો કર્યા વિના રહેવાના નથી
થયા કે બન્યા એ એક તો જ્યાં, અણમોલ જીવન વેડફ્યા વિના રહેવાના નથી
દ્વાર દુઃખના દેશે એ તો ખોલી, સુખના દ્વારે પહોંચવા દેવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)