જીવન તો એક જલતોને જલતો જ્વાળામુખી છે (2)
કોઈને કોઈ જ્વાળા એમાંથી નીકળતીને નીકળતી રહે છે
આવા જ્વાળામુખી પર તો જગમાં સહુની બેઠક છે
ક્યારેને ક્યારે ક્રોધનો અગ્નિ જીવનમાં ભભૂકી ઊઠે છે
ક્રોધાગ્નિની જ્વાળા જાગે કોને ક્યારે ના એ કહેવાય છે
કામાગ્નિની જ્વાળા ઝડપે કોનેને ક્યારે, ના એ કહેવાય છે
અસંતોષની જ્વાળા, ઝડપે હૈયું, ત્યારે હાહાકાર મચાવશે
નીકળી જ્વાળા જ્યાં ઇર્ષ્યાની, જીવન ખાટું કરતું રહે છે
રહે ભભૂકતી નિરાશાની જ્વાળા, ભભૂકતી જીવનમાં એ તો રહે છે
રહેશે ના કે રાખીશ ના કાબૂમાં જ્વાળા, જીવનને ખાક કરતું રહે છે
છે જ્વાળા આ તો એવી, સહુને ખાક કરતીને કરતી રહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)