ચાલશે ના ચાલશે ના, પ્રભુના દ્વારે, આ કાંઈ ચાલશે ના
વહાવી વહાવી આંસુઓ નિરાશાના, પ્રભુના દ્વારે કાંઈ ચાલશે ના
વહેશે આંસુઓ પ્રેમના હૈયેથી જ્યારે, વધાવ્યા વિના એ રહેશે ના
બનીશ હળવો ફૂલ તું, વધાવશે તને, ખોટા વિચાર ત્યાં ચાલશે ના
પહોંચવું છે દ્વારે જ્યાં પ્રભુના, લક્ષમાં આ લીધા વિના ચાલશે ના
પહોંચ્યો નથી તું જ્યાં દ્વારે એની, રસ્તા હતા ખોટા, કે સમય પાક્યો ના
ના ભલામણ ચાલશે કોઈની, તારાને તારા કર્મો બોલ્યા વિના રહેશે ના
છે સંબંધ સહુની સાથે અને સરખો, ભેદભાવ ત્યાં કાંઈ ચાલશે ના
નાનું કે મોટું છે સહુ સરખા, ભાવ વિના નાના મોટા ગણશે ના
કરે છે ચિંતા જ્યાં એ સહુની, કરી કરી ચિંતા એની પાસે પહોંચશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)