મારાં હૈયામાં જ્યોત માડી એવી જગાવજે, એવી જગાવજે
કદી બૂઝવા ન પામે એ માત (2)
મારાં નયનોમાં મૂર્તિ તારી એવી સમાવજે, એવી સમાવજે
સદા આંખ સામે રહે એ માત (2)
તારાં દર્શન માડી મુજને એવાં કરાવજે, એવાં કરાવજે
સઘળે નીરખી રહું તુજને માત (2)
તારા નામનું રટણ માડી એવું કરાવજે, એવું કરાવજે
મારી સૂધબૂધ ભૂલું હું માત (2)
તારા પ્રેમમાં પાગલ મુજને બનાવજે, મુજને બનાવજે
સારી દુનિયા વીસરું હું માત (2)
મારી આંખમાં માડી નિર્મળતા સમાવજે, નિર્મળતા સમાવજે
સર્વ વિકારો મુજથી ભાગે માત (2)
મારું તારું અંતર એવું કપાવજે, એવું કપાવજે
તારાથી જુદાઈ ન રહે મોરી માત (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)