ઉતાવળ તો છે જીવનમાં તો બસ આટલી, સમયને હાથ તો છે જીવનની દોરી
સમય તો જીવનમાં વીતતો જાશે, નથી એના પર તો કોઈ પકડ મારી
ખેંચાશે દોરી જીવનની તો ક્યારે, નથી ખબર તો કાંઈ એની પડવાની
છે ધ્યેય તો મુક્તિનું તો જીવનમાં, ઉતાવળ છે પૂરું એને તો કરવાની
દિન પર દિન તો જીવનમાં ગયા ખાલી, આવી ના ધ્યેય પૂરી થવાની વારી
વીત્યા જનમો ભલે ઘણા, હવે નથી વિતાવવાની તો કોઈ તૈયારી
છે અજ્ઞાનની આ તો મુસાફરી, નથી પાસે તો કોઈ એની જાણકારી
વિશ્વાસ તો પ્રભુનો ને પ્રભુમાં, ખોલી દે છે સદા એની તો બારી
વહાવી આંખથી તો આંસુ, પખાળવા છે પ્રભુના પગની તો પાની
છે ઉતાવળ તો જીવનમાં બસ આટલી, લાવવી જીવનમાં આવી તો વારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)