Hymn No. 4050 | Date: 21-Jul-1992
|
|
Text Size |
 |
 |
કોઈ હસતું રહ્યું કોઈ રડતું રહ્યું, કારણ એનું જીવનમાં તો, જુદું ને જુદું રહ્યું એક કારણ હસાવે કે રડાવે એકને, ના અન્ય માટે એ તો પૂરતું પડયું કોઈ પ્રેમે રડયું, કોઈ દુઃખે રડયું, આંસુઓને વહેવા માટે, કારણ જેવું જડયું હાસ્ય પાછળ કદી કદી રહ્યું દુઃખ છૂપું, હાસ્યે દુઃખ પર આવરણ જ્યાં એનું ઊભું કર્યું હસ્યું કે રડયું જીવનમાં, નજરે એ તો ચડયું, હસ્યું હૈયું કે રડયું, ના જગ એ જાણી શક્યું વિદાય રહે સદાયે વસમી, કોઈ અનુભવે રાહત એમાં, કોઈ દુઃખમાં એમાં ડૂબી ગયું એક પ્રસંગ હસાવે કદી, એજ સંજોગ રડાવે કદી, ત્યારે એમાં તો શું સમજવું હાસ્ય રુદન છે જીવનની બેધારી તલવારો, જીવન અનુભવ એનું કરાવતું રહ્યું કોઈ રડયું શારીરિક પિડાથી, કોઈ મનની તાણથી, સહુએ થયું ત્યાં સુધી સહન કર્યું પ્રભુ પ્રેમમાં બની પાગલ, હસ્યા કે રડયા, નામ જીવનમાં અમર એનું તો થયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|