Hymn No. 4051 | Date: 21-Jul-1992
|
|
Text Size |
 |
 |
આવશે તોફાન જીવનમાં કેમ ને ક્યારે, પ્રભુ જોજે, કિનારે આવેલું નાવ મારું ના ડૂબે કરી રક્ષા જીવનમાં તેં તો સદાયે, પ્રભુ જોજે, ઊણપ કદી એમાં તો ના આવે હાલક ડોલક થાતી નાવ જીવનની મારી, પ્રભુ, જીવનમાં લંગર તારું તો એ માગે બીજું નથી, આંખ સામે તો અંધકાર વિના, પ્રભુ તારો તેજ લિસોટો જીવનમાં તું આપજે તોફાનોને તોફાનો આવે ને જાયે જીવનમાં, પ્રભુ જોજે, જીવનમાં ના મને એ તોડી નાંખે ભરી શકું હૈયે ભાવ તારા તો પૂરા, પ્રભુ જોજે, ઊણપ જીવનમાં એમાં તો ના રહે સંકલ્પે સંકલ્પે આવું હું તો તારી પાસે ને પાસે, પ્રભુ જોજે, સંકલ્પ મારો અધૂરો ના રહે સુખદુઃખ તો આવે સદા જીવનમાં, પ્રભુ જોજે, સહનશીલતા મારી તો ના તૂટે દીધી નાવડી જીવનની તો તે, ચલાવજે તું એને રે પ્રભુ, કિનારે આવેલું નાવ મારું ના ડૂબે કદી લાગે કિનારો પાસે, કદી લાગે દૂર, જોજે રે પ્રભુ, કિનારે નાવ મારું તો લંગારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|